સુરતની એક માત્ર ભેસ્તાન પોલીસ સ્ટેશન જ્યાં દારૂ સિવાયના અન્ય સ્થળોથી કેશીયર દ્વારા ગેરકાયદેસર હપ્તા વસુલીનો ખેલ
સુરત :
ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેર હવે ગેરકાયદેસર હપ્તા વસૂલીનો એપી સેન્ટર બની રહી હોય તેમ દેખાઈ રહ્યું છે. શહેરના સૌથી ચર્ચિત એવી ભેસ્તાન પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા દારૂના અડ્ડા સાથે નાના મોટા દુકાનમાંથી ગેરકાયદેસર હપ્તા વસુલીનો નવો વેપાર શરૂ કર્યો છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વહીવટદાર દ્વારા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફીલિંગના આશરે 50 જેટલી દુકાનમાંથી પ્રતિ દુકાન 3 હજાર રૂપિયા હપ્તા તરીકે લેવામાં આવે છે.
વધુમાં જાણવા મળ્યું છે કે ઈલા નામની કુખ્યાત મહિલા બુટલેગર દ્વારા અલગ અલગ વિસ્તારમાં આશરે 9 સ્ટેન્ડ અને 9 દારૂ ના અડ્ડાઓ ચાલે છે. જે તમામ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ઉન પાટીયા હળપતિ વાસમાં ખુલ્લે આમ ધમધમી રહ્યા છે.
જયારે વિરલ નામનો માથાભારે બુટલેગર દ્વારા પણ 12 જેટલાં દારૂના અડ્ડા અને 12 જેટલાં દારૂના અડ્ડાઓ પર ભરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં તે ભેસ્તાન વિસ્તારના તિરૂપતિ બાલાજીમાં 1, જી.આઈ.ડી.સી નાકા ઉપર 1, ગોલ્ડન આવાસમાં એક, ઉન પાટિયા ભીંડી બજાર ચાર સ્ટેન્ડ એક ભગવતી નગર ભેસ્તાન ગાર્ડનની પાછળ એક, તેમજ સિદ્ધાર્થ નગર નહેર પાસે ચાર ગેરકાયદેસર એમ કુલ કુખ્યાત વિરલ નામક બુટલેગર દ્વારા 12 દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે.
સૂત્રોની માનીયે તો ઈલા અને વીરલ વહીવટદારના લાડકા કહેવાય છે જેના કારણે બંને બુટલેગરો દ્રારા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)