સુરતની કોર્ટ નજીક મહાકાય ઝાડ કાર પર પડ્યું, ત્રણ લોકો દબાઈ જતા રેસ્ક્યુ કરાયા.

સુરત :

સુરત જિલ્લા કોર્ટની નજીક એક મસમોટું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કાર પર પડ્યું હતું. જેના લીધે કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં મહિલા સહિત ત્રણને ઈજા પહોંચી હતું. ઝાડ એટલું મોટું હતું કે અઠવાલાઈન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડો હિસ્સો પડ્યો હતો. ઝાડ પડતાં જ તંત્ર દોડતું થઈ ગયું હતું. ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સ પર મસમોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિકને ભારે અસર થઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે ઝાડ પડ્યું હોવાના લીધે બાળકો અટવાયા હતા. અઠવાલાઈન્સ પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન ચાલકોએ ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)