સુરતની પરવત ગામમાં આવેલી મિડાસ સ્ક્વેર નામના કોમ્પલેક્સની હોટલમાં લાગી ભયકંર આગ

સુરત :

સુરતના પરવત ગામમાં આવેલી મિડાસ સ્ક્વેર નામના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ચાલતી ઓયો હોટલમાં આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ રૂમમાં આવેલા એસીમાં આગ લાગી હતી. જેથી પીઓપી, ગાદલા, ચાદરો સહિત એસીનું વાયરિંગ સળગવા લાગ્યું હતું. આગ ઝડપથી બિલ્ડીંગના એલિવેશન સુધી પહોંચી ગઈ હતી. જેથી સમગ્ર હોટલ અને બિલ્ડીંગ આગની ઝપેટમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જેથી આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઊંચે સુધી જ્વાળાઓ ઉઠતાં ફેલાયો અફડાતફડીનો માહોલ

ફાયરબ્રિગેડને જાણ થતાં જ 4 સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેણે ઓક્સિજન માસ્ક સહિતનો સામાન પહેરીને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં. હોટલમાં રહેલા બે ગેસ્ટ સહિત એક સ્ટાફના માણસનું રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)