સુરતની મીઠી ખાડી ભયજનક સપાટીએ ઘરમાં પાણી ઘુસવાનો ખતરો.

સુરત :

સુરતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. હાલ ભયજનક સપાટીએ વહેતી ખાડીમાં વધારે વરસાદ પડે તો સ્થિતિ વિકટ થઈ શકે તેમ છે. વધારે વરસાદ કે ઉપરવાસમાંથી પાણી વધુ આવે તો ખાડી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં NDRF અને SDRF ની એક -એક ટીમ સ્ટેન્ડબાય

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગ રૂપે ઓલપાડ ખાતે એક ટીમ NDRF ની અને માંડવી ખાતે એક ટીમ SDRF ની સ્ટેન્ડબાય રાખી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)