સુરતની શાળાના હીંચકા પર લટકતો મળ્યો યુવકનો મૃતદેહ

સુરતમાં એક તરફ આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આપઘાત માટે દેવી સરસ્વતિના મંદિરનો પણ ઉપયોગ થઈ રહ્યો હોય તેવું સામે આવ્યું છે. હીરાબાગ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી છે.

 

હીરાબાગની સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. મૃતદેહને હાલ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.