સુરતની સોશિયલ મિડીયાની વિવાદીત સ્ટાર કિર્તી પટેલે સુરતના બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માંગ્યા

સુરત :

સુરત શહેરના જાણીતા બિલ્ડરને સાત લાખ આપવાની સામે બે કરોડની માંગણી કરનાર સોશ્યલ મિડીયા સ્ટાર કિર્તી પટેલ અને તેના મળતિયાઓ સામે બે કરોડની ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે બિલ્ડર વજૂભાઇ કારોડીયા દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેઓએ વર્ષ 2017માં વેલંજામાં વિજય સવાણીએ તેઓ પાસેથી ફલેટની ખરીદી કરી હતી. તેના નાણાં વિજય આપી શકે તેમ નહીં હતો. તેથી તેઓએ સાત લાખ રૂપિયા પરત આપવાના થતા હતા. નોટબંધીને કારણે તેઓએ આ નાણા આપવા માટે થોડો સમય માંગ્યો હતો. દરમિયાનમાં ત્યાર બાદ સાત લાખની સામે વિજય સવાણીએ 30 લાખ માંગતા કામરેજ પોલીસ મથકમાં વિજય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બિલ્ડરને મનીષા નામની યુવતી સાથેના વિડીયો રેકોર્ડ કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરાયું

બિલ્ડર વજૂભાઇના મનીષા સાથેના વિડીયો પબ્લીશ નહી કરવા હોયતો બે કરોડ રૂપિયાની માંગણી કિર્તી પટેલ, ઝાકીર અને મનીષા દ્વારા કરવામાં આવી હતી. તેમાં વિજય પણ સંડોવાયેલો હતો. આ મામલો કાપોદ્રા પીઆઇ અસૂરા પાસે પહોંચતા તેઓએ ખંડણીનો ગુનો મોડી રાત્રે દાખલ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)