સુરતમાં અર્બન કો-ઓપ બેંકો માટે સાયબર સિક્યુરિટી તાલીમ કાર્યક્રમ યોજાયો – RBI, વરાછા બેંક અને સ્કોબાનો સંયુક્ત ઉપક્રમ.

ડિજિટલ યુગમાં બેંકિંગ ક્ષેત્રે ઝડપથી વધી રહેલી ટેકનોલોજી સાથે સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વની બની ગઈ છે. સુરતમાં આજે ધી વરાછા કો-ઓપ. બેંક લિ., કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ બેન્કિંગ (CAB), રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) અને ધી સાઉથ ગુજરાત કો-ઓપ. બેંક્સ એસોસિયેશન લિ. (સ્કોબા) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સહકાર દિન નિમિતે ‘MISSION AVTU – 2025’ અંતર્ગત એકદિવસિય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં રાજ્યભરના અંદાજે 300 જેટલા અર્બન કો-ઓપ. બેંકોના હોદ્દેદારો, અધિકારીઓ તથા કર્મચારીઓએ હાજરી આપી હતી. મુખ્ય વક્તા તરીકે સાયબર સિક્યુરિટીના નિષ્ણાત શ્રી આનંદ ઉપાધ્યાય (GM & Vice Principal, CAB, RBI) તથા શ્રી સૌગત ચક્રવર્તી (Member of Faculty, CAB) ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે બેંકિંગ ક્ષેત્રમાં સાયબર હુમલાઓની વધતી ઘટનાઓ સામે સંસ્થાઓ કેવી રીતે પૂર્વસજ્જ થઈ શકે તે અંગે જ્ઞાન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારીઓને ડિજિટલ લુપિમાંથી બચાવ અને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન સુનિશ્ચિત કરવાનો હતો.

વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઈ ભાલાળા તથા જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું.
સ્કોબા તરફથી જોઈન્ટ સેક્રેટરી મયુરભાઈ ચૌહાણ અને ગોપાલભાઈ ગોહિલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વક્તાઓનું સન્માન કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત દરેક પ્રતિનિધિઓને સાયબર સિક્યુરિટી અંગેના નોલેજ અને જાગૃતિ માટે CAB દ્વારા તૈયાર કરાયેલ માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.

અહેવાલ :- સુરજ મિશ્રા (સુરત)