સુરતમાં અલગ અલગ પાંચ સ્થળે રેઈડ કરી 35 લાખના ડ્રગ્સ સાથે 7 આરોપીઓને પકડી પાડ્યા

સુરત :

Advertisement

સુરત ક્રાઈમ બ્રાંચે ગઈકાલે બપોરે મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલી મહિલા અને પુરુષને પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની ધનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેઓએ મોં ખોલી નાંખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે સહેજ પણ રાહ જોયા વિના ટીમો તૈયાર કરીને રાતભર શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને આ દંપતિ જેને ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું તેવા પાંચ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ સામે ગુના દાખલ કરી કુલ 35 લાખનું ડ્રગ્સ મળી 37.37 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

રાબિયા અને સફીક છેલ્લા સાતેક મહિનાથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા

રાબીયા અને સફીક ખાન છેલ્લા છ સાત મહિનાથી મુંબઈથી સુરત ડ્રગ્સ સપ્લાય કરતા હતા. તેમાંયે છેલ્લા ત્રણ દિવસથી સતત મુંબઈથી સુરત આવીને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. ક્રાઈમ બ્રાંચની તેમની ઉપર વોચ હતી. અને ગઈકાલે તેમને પકડી પાડ્યા હતા. આરોપીઓ તેમને એક ટ્રીપના 5 થી 10 હજાર મળતા હોવાનું રટણ કરી રહ્યાં છે. શહેરમાં પકડાયેલા પાંચેય વોન્ટેડ આરોપીઓને પણ તેઓ જ સપ્લાય કરતા હતા. આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવતા પોલીસ વધારે પુછપરછ હાથ ધરશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)

Advertisement