સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી, કારમાં TV PRESSનું બોર્ડ લગાવી આતંક મચાવ્યો 

સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી, કારમાં TV PRESSનું બોર્ડ લગાવી આતંક મચાવ્યો

સુરત :

સુરતમાં અસામાજિક તત્ત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતાં હોવાનું છાસવારે સામે આવતું હોય છે. જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યાં હોય તે રીતે આતંક મચાવતાં ત્ત્વો દ્વારા કાયદાના લીરે લીરા ઉડાવતાં હોય છે. ત્યારે આવો જ બનાવ ઉધના વિસ્તારમાં જોવા મળ્યો હતો. રાત્રિના સમયે અસામાજિક તત્ત્વોએ તોફાન મચાવ્યું હતું. રસ્તાની વચ્ચે કાર ઉભી રાખીને તોફાન મચાવતાં દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતાં.

મોડી રાત્રે લાઉડ મ્યૂઝિક સાથે ધમાલ મચાવી

આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બીભત્સ ગાળા ગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા આવારા તત્વો કેમેરામા કેદ થયાં હતાં. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા લોકો વીડિયોમાં કેદ થયાં હતાં. આ વીડિયો વાયરલ થતાં સ્થાનિકોએ પોલીસ કાર્યવાહીની માગ કરી હતી.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)