સુરતમાં ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવાની લાલચ આપીને 2.97 કરોડની કરી છેતરપિંડી.

સુરત :

સુરત શહેરમાં ઇલેક્ટ્રીક બાઇકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી રૂપિયા 2,97,00,000ની છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે. હરિયાણા ગુડગાંવની એપોનિક્સ લેબ્સ પ્રા.લિ. કંપનીના મનીના ડિરેક્ટરોએ સુરતમાં રહેતા નિવૃત્ત આઈ.ટી. અધિકારીને સચિનના વાંઝ ખાતે ઈ.વી. પ્લાન્ટના નામે રૂ. 2.97 કરોડનો ચૂનો ચોપડયો હતો. ફરિયાદી નિવૃત્ત આઇટી અધિકારીના પુત્રને કંપનીમાં માત્ર કાગળ ઉપર ડિરેક્ટર બનાવીને બાદમાં પ્લાન્ટ બંધ કરી નાખીને ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં પોલીસે ઈ.વી. કંપનીના ચેરમેનના પુત્ર અને ડિરેક્ટર ધરપકડ કરી હતી. જ્યારે પિતા ફરાર થઈ ગયા છે.

સુરત શહેરના વેસુ વિસ્તાર ખાતે 61 વર્ષીય રાજેશકુમાર લાલ મદનલાલ કુંદનલાલ આવકવેરા ખાતાના સંયુક્ત કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. પરિવાર સાથે રાજેશ કુંદનલાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના વતની છે. ત્યારે તેમણે ઇકોનોમિક સેલમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મનીષ મનવીંદરસીંગ ચુગ પિતા સાથે તેમના મકાનમાં ભાડેથી રહેતા હતા. જેથી, રાજેશને આરોપીઓ સાથે ઓળખાણ સારી રીતે હતી. રાજેશને આરોપીઓ જણાવ્યું હતું કે, તેઓ દિલ્હી ખાતે ઈલેક્ટ્રીક વ્હીકલ બનાવવાની એપોનીક્સ લેબ્સ પ્રા.લી. કંપની ચલાવે છે. જેથી, આરોપીઓએ ફરીયાદીને સુરત ખાતે ઇ-બાઇકનો પ્લાન્ટ શરૂ કરવા માટે જણાવી તે પ્લાન્ટમાં રાજેશના દિકરાને ડિરેકટર તથા ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)