સુરતમાં એક સાથે 16 બોગસ ડોકટરો ઝડપાયા. ડિગ્રી વગર લોકોના જીવ સાથે રમતા હતા

સુરત :

સુરત શહેરમાં ઠેર ઠેર ડિગ્રી વગરના બોગસ ડોક્ટરો પોતાની હાટડી ખોલીને ગરીબ દર્દીઓના જીવ જોખમમા મૂકતા હોય છે. ત્યારે એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરનાર આજે સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે SOGએ 16 ડોક્ટરને ઝડપી લીધા હતા.

બોગસ ડૉક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા. ગરીબ અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે. ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈપણ પ્રકારની જાણકારી હોતી નથી. આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે. તાવ, ઉધરસ, મલેરિયા જેવાં રોગોનો સારવાર કરતાં હતાં. એક દર્દી પાસેથી 50થી લઈ 500 લઈ દવા આપતા હતા..

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)