સુરતમાં એસટી બસ બેકાબૂ બની ડિવાઈડર પર ચડી પોલ સાથે અથડાતા પલટી થઇ ગયી ઘટના સીસીટીવીમાં કેદ.

સુરત :

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે. વરાછાના એકે રોડ પર રાત્રિના સમયે પસાર થતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એસટી બસ પરથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. જેથી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી.

ફૂલ સ્પીડમાં દોડતી બસ ડિવાઈડર પરના પોલ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

વાપી ડેપોની બસ દાહોદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેથી સુરતના મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. બાદમાં એસટીના અધિકારીઓ સાથે તેણે વાત કરી હતી. સ્થાનિકોએ કહ્યું કે, બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોય તેવું લાગતું હતું.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)