સુરતમાં કટરથી ડ્રમ કાપતાં અંદરથી યુવતીનો મૃતદેહ નિકળ્યો.

સુરત :

સુરતમાં અવાવરુ જગ્યાએથી પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું. એકલારા-ભાણોદ્રા રોડ શંકાસ્પદ રીતે મળેલા ડ્રમને લઈને પોલીસ તેને સિવિલ હોસ્પિટલ લાવ્યું હતું. જેને કાપતાં અંદરથી યુવતીનો મૃતદેહ અને કપડાંના ડૂચાની સાથે સાથે રેતી સિમેન્ટ પણ નીકળ્યા હતાં. જેથી યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને આ રીતે ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગળું દબાવી હત્યા થયાનું અનુમાન

પ્લાસ્ટિકનું ડ્રમ મળતાં ભેસ્તાન પોલીસ સિમેન્ટ સાથેનું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ડ્રમ થોડું ખુલ્લું હતું. તેમાંથી પગ જેવું કશુંક દેખાતું હતું. શરૂઆતમાં સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. જેથી પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની મદદ લેવાઈ હતી. એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. હત્યા ગળું દબાવી કરાઈ હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)