સુરતના વેસુ વિસ્તારમાં આજે એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો. કાશી વિશ્વનાથ મંદિરની બહાર મહિલા ને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા. કાચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ વૃદ્ધા સહિત કાર ગેટમાં ઘુસાડી દીધી હતી. આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે લઈ જવાના બદલે કર ચાલક સહિત બે ભાગી ગયા હતા. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ સાથે જ વેસુ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, 85 વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે. ગંગા મરાઠી મંદિરની બહાર જ રહેતા અને ત્યાં જ ભિક્ષા માંગતા હતા. આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માગવા માટે બેઠા હતા દરમિયાન એક કાર (GJ 5 JS 2053) નો ચાલક ફુલ સ્પીડમાં ધસી આવ્યો હતો અને ગંગાબેનને અડફેટે લઈ લીધા હતા.
કારચાલક ટર્ન લઈને આવતાની સાથે જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં મંદિરની ગેટની બહાર ભિક્ષા માગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા. વૃદ્ધા ને અર્પે તે લઈ તેમને મંદિરના ગેટની સાથે કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતના પગલે આસપાસ તે લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર બે જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા હતા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કારચાલકોએ માનવતાર ન દાખવીને ફરાર થઈ ગયા હતા.
અકસ્માત ના પગલે દોડી આવેલા લોકો દ્વારા ગંગાબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન ગંગાબેન નું મોત નિપજ્યું હતું. ગંગાબેન નામ માથા સહિતના શરીર પર ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. હાલ તો ગંગાબેનના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગયું છે. હાલ તો આ મામલે વેસુ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ કારને પણ કબ્જે લેવામાં આવી છે.