સુરતમાં ‘ખાડારાજ’થી પ્રજા ત્રાહિમામ,અનેક ફરિયાદો પછી બિસ્માર રોડ-રસ્તાની કામગીરી શરૂ.

સુરત :
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના આઠ જેટલા ઝોનમાં રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરીકરવામાં આવી હતી. વરસાદવ બાદ રસ્તાઓ બીસ્માર થતા પ્રજાજનોએ હાહાકાર મચાવ્યો હતો.જેની નોંધ લઇને તાત્કાલિક કામગીરી કરવાના આદેશ કર્યા હતા.
સમગ્ર રાજ્યમાં મેઘકહર બાદ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર, તમામ જગ્યા પર રોડનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રસ્તા ધોવાણ લઈને જગ્યા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલક અને ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાડાઓના સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)