સુરત :
સુરતમાં ત્રણ દિવસ વરસેલા અતિ ભારે વરસાદના પગલે ખાડી પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ ખાડીપુરમાં ગતરોજ એક યુવક છત્રી લેવા જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે આજે પરવત ગામે ગળાડૂબ પાણીમાંથી પસાર થતો યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાને જાણ ફાયર બ્રિગેડને થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જયારે ગતરોજ વધુ એક ઘટના બની હતી લીંબાયત વિસ્તારમાં બે વર્ષીય બાળક પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. બાળકનું મોત નીપજતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ખાડીપૂરના કારણે જનજીવન ઠપ થયું છે ત્યારે લીંબાયત વિસ્તારમાં આવેલા મીઠીખાડી કમરૂ નગર આવાસ ઘર નં . ૧૧, કે/૨ બિલ્ડિંગમાં રહેતા નાઝીમખાન પઠાણનો બે વર્ષીય પુત્ર અલફાઝખાન પઠાણ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો અને ઘર બહાર 5 ફૂટ પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારને જાણ થતાં તાત્કાલિક બાળકની શોધખોર શરૂ કરી હતી જ્યાં તેનું મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)