સુરતમાં ખાડી પૂર ઓસરતા પાણીમાંથી બહાર નીકળ્યુ સરથાણા પોલીસ સ્ટેશન.

સુરત :

સીમાડા ખાડીના પાણીમાં ડૂબેલા સરથાણા પોલીસ સ્ટેશનમાંથી આજે પાણી ઓસર્યા હતા. જેના કારણે ખાડીના ગંદા અને કાદવયુક્ત પાણી વચ્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ કર્મચારીઓએ જરૂરી કાગળ સહિતની ચીજ વસ્તુઓ ખુરશી પર મૂકીને કામકાજ શરૂ કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં સાફ સફાઈ હાથ ધરાઈ

સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ ભરાઈ ગયો હતો. આ પોલીસ સ્ટેશન ભાડાની જગ્યા પર ટેમ્પરરી સ્ટ્રક્ચર સાથે ચાલી રહ્યું છે. ત્યારે કાયમી નોકરી કરતા પોલીસ કર્મચારીઓને ગંદકી અને કાદવ વચ્ચે પણ કામ કરવાની ફરજ પડી હતી. આજે પાણી ઉતરતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક સફાઈ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)