સુરતમાં ચાલતા ગેરકાયદે ગેસ રી-ફિલિંગ નેટવર્કનો પર્દાફાશ, અલગ-અલગ કંપનીના બાટલા સહિત એક ઝડપાયો

સુરત :

સુરતમાં ઠેર ઠેર મોતની હાટડીઓ ખુલી હોય તે રીતે ગેરકાયદે ગેસ રી-ફિલિંગની પ્રવૃતિ ચાલી રહી છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં આ પ્રકારની પ્રવૃતિઓ બેરોકટોક ધમધમી રહી હોય તેવું સામે આવ્યું છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતાં ગેસ રી-ફિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે.

અડાજણમાં પાસ પરમીટ વગર ગેસ રી ફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌઘરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરમિશન વગર એક બાટલા માંથી બીજા બાટલામાં ગેસ રિ ફિલિંગનું કામ કરતા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતાં હતાં. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)