સુરતમાં છોકરીઓની છેડતી કરતા રોડ રોમિયોને લોકોએ જાહેરમાં આપ્યો મેથી પાક.

સુરત :

ડભોલી ચાર રસ્તા પાસે ગંગોત્રી સોસાયટીમાં છોકરીઓની છેડતી કરતા રોડ રોમિયો ઝડપાઈ ગયો હતો. છોકરીઓના ભાઈઓ સાથે લોકોએ મળીને રોડ રોમિયોને માર માર્યો હતો. જેના કારણે રોડ રોમિયોના માથાના ભાગે ઈજા થઈ હતી. રોમિયો લોહી લુહાણ થઈ ગયો હતો. બાદમાં પોલીસને ઘટના સ્થળે બોલાવીને તેને સોંપી દેવાયો હતો.

સ્થાનિકોએ કહ્યું કે, આ રોડ રોમિયો ઘણીવાર અમારી સોસાયટીની આસપાસ ફરતો હતો. સાથે જ બહેન દીકરીઓને ગંદી નજરથી જોવાની સાથે અભદ્ર ઈશારા કરતો હતો. આ અંગેની ફરિયાદ છોકરીઓએ કરતા જ તેને પકડી લઈને મેથીપાક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને સોંપી દેવાયો છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)