સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ATS એ 20 કરોડનો કાચો માલ જપ્ત કર્યો.

સુરત :

ગુજરાત ATS દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેડમાં અંદાજે રૂપિયા 20 કરોડનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે.ગુજરાત ATS DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આ રેડ બાદ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ રેડ બાદ ફેક્ટરી સીલ કરવામાં આવી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ગત લાંબા સમયથી નો ડ્રગ્સ ઈન સુરત નામનું કેમ્પેઈન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.સુરત પોલીસ ડ્રગ્સનો કારોબાર કરતા હોય તેવા લોકો પર સુરત પોલીસ સક્રિયપણે કામગીરી કરી રહી છે

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)