સુરત :
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી જેમાં રાજ્યમાં કુલ 82 ટકા પરિણામ આવ્યો હતો જયારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો ચોડવળીયા મીતવા ભરત ભાઈ જેના શરીરમાં એક હાથ નથી અને બીજા હાથમાં ફક્ત અંગુઠા હોવા છતાં ધોરણ 10માં 95% લાવી શાળા સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે
શાળા તરફથી તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને અંતે પરિણામ આવ્યું
શાળાના સીઇઓ દીપક બળિયાદા જણાવ્યું કે જ્યારે હમારી શાળામાં એડમિશન માટે આવ્યા ત્યારે મને સંકોજ થયો હતો કે આ દિવ્યાંગ બાળક છે જેને શરીરે એક હાથ નથી અને બીજા હાથમાં ફક્કત અંગુઠો છે ધોરણ 10 પરીક્ષામાં કેવી રીતે પાસ થસે અને કેવી રીતે તેને તૈયાર કરશું તે પ્રશ્ન મારી સામે આવ્યો હતો ત્યારે બાળકે મને બહુ કોન્ફિડન્સથી કહ્યું હતું કે સર મને શાળાની પ્રથમ પરીક્ષા સુધી એડમિશન આપો મારું પરફોર્મન્સ સારું ન હોય તો મારું એડમિશન કેન્સલ કરી દેજો પરંતુ શાળામાં પ્રથમ પરીક્ષામાં બાળકે સારા એવા ગુણ મેળવ્યા હતા ત્યારે પ્રિન્સિપલએ શાળાના સી ઈ ઓ દીપક બડિયાદા તેમના ભણતર સાથે તેમના ગુણ જોઈ ચોકી ગયા હતા ત્યાર બાદ શાળાના સંચાલકો બાળકને તૈયાર કરવામાં લાગી ગયા અને આજે તેનું પરિણામ સૌની સામે આવ્યું છે.
ભવિષ્યમાં કલેકટર બનવું છે : મીતવા ચોડવળીયા
દિવ્યાંગ ચોડવળીયા મીતવા ભરત ભાઈ પોતાના 95 ટકા લાવી આગળ કલેકટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી સાથે શાળાનું નામ રોશન કર્યું છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)