સુરતમાં દોઢ વર્ષની બાળકી પર મકાનની છત પડતા માથાના ભાગે કરવી પડી સર્જરી.

સુરત :

મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શ્રીનાથ નગરમાં દોઢ વર્ષની બાળકી ભર નિંદરમાં સૂતી હતી. ત્યારે સવારના 7:30 વાગ્યાની આસપાસ મકાનની છતનો ભાગ બાળકી પર પડ્યો હતો. જેથી બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સચિન જીઆઇડીસી વિસ્તારમાં સૂતેલી બાળકી પર સવારના સમયે મકાનની છતનો ભાગ પડ્યો હતો. જેના કારણે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ

બાળકીના પિતા કુશ આદિવાસીએ કહ્યું કે, બાળકી સવારના સમયે નિંદરમાં હતી. અમે પતિ-પત્ની અમારા રોજિંદા કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મકાનની છતનો ભાગ તૂટી પડ્યો હતો. બાળકીને માથાના ભાગે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ બાળકીના માથાના ભાગની સર્જરી કરવામાં આવી છે. સાથે જ અમને દાખલ થઈ જવા માટે પણ કહેવામાં આવ્યું છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)