સુરતમાં ધમધમતું નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ઝડપાયુ, 9.32 લાખની નોટ સહિત છાપવાનો મુદ્દામાલ કબ્જે

સુરત :

આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતમાંથી ઝડપાયું છે. આરોપીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલતી ગેરપ્રવૃતિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 9.32 લાખની 500 અને 200ના દરની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં સામાનને પણ કબ્જે લેવામાં આવ્યો છે.

 

સાપ્તાહિક અખબાર ચલાવતો ફિરોઝ શાહ નકલી નોટ છાપતો હતો

પોલીસે કહ્યું કે, લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી. જ્યાં રેડ કરી કરાઈ હતી. જ્યાંથી 500 અને 200 રૂપિયા 9.32 લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે. આ ઓફિસના માલિક ફિરોજ શાહ છે. તેના બે સાગરિત સહિત 3 ને ઝડપી પાડવામાં આવ્યાં છે. પ્રિન્ટર, શાહી, કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઈક અને આઈકાર્ડ બે ઝડપાયા છે.છેલ્લા બે મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી. ફિરોજ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો. હાઈકોર્ટથી જામીન મળ્યા હતાં. ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું શરૂ કર્યું હતું. સંબંધીના આંખના ઓપરેશનમાં પાંચ લાખનો ખર્ચ થયો હતો. જેથી તેણે આ બે મહિનાથી શરૂ કર્યું હતું. કાગળ અને ઈન્ક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતાં.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)