સુરતમાં નકલી PSIએ કોન્ટ્રાક્ટરને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા 5 લાખ

ગુજરાત સહિત સુરતમાં પણ નકલીની ભરમાર ચાલી રહી છે. ત્યારે એક નકલી પીએસઆઈએ 45 વર્ષીય કોન્ટ્રાક્ટરને કામના બહાને પાર્લેપોઇન્ટના વૃંદા કોમ્પલેક્ષમાં બોલાવ્યા હતાં. બાદમાં ટોળકીએ તેમને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી તેના નગ્ન ફોટા પાડી પોલીસના નામે ધમકાવી 5 લાખ રૂપિયા પડાવ્યાની ઘટના ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી ટોળકીના 4 નકલી પોલીસ કર્મીને ઝડપી પાડ્યા છે.20 લાખની માગ કરી હતી

કોન્ટ્રાક્ટર પાર્લે પોઇન્ટ વૃંદાવન કોમ્પ્લેક્ષમાં ગયો હતો. અમન તેને એક રૂમમાં લઈ ગયો હતો જ્યાં પહેલેથી એક યુવતી હતી. અમન જેવો બહાર નીકળીને ગયો ત્યાં નકલી પોલીસ ઘૂસી આવી હતી. તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે શું કરો છો કહી તમાચા ઠોકી દીધા . કોન્ટ્રાક્ટરને હાથકડી પહેરાવી નગ્ન ફોટો પાડી લીધા હતા. તેને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નકલી પોલીસે ગુનો દાખલ નહિ કરવા માટે 20 લાખની માંગણી કરી રકઝક થતાં છેવટે 5 લાખ આપવાના નક્કી કર્યા હતા.