સુરત :
સુરતમાં દારૂ, ડ્રગ્સ, ગાંજા સહિતના નશાકારક પદાર્થોની જગ્યાએ દવાઓનું ચલણ વધ્યું છે. નશેડીઓ મેડિકલ સ્ટોર પરથી મળતી દવાઓના સેવન કરવા તરફ વળ્યા છે. ત્યારે બેકાબૂ બનેલા નશાબાજો દ્વારા સુરતના લિંબાયતમાં મેડિકલ સ્ટોર પર બબાલ કરવામાં આવી હતી.
નશાકારક દવા ન મળતાં અસામાજિકતત્વો ઉશ્કેરાયા
લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે શમશાદખાન ઈરફાન ઝહીર ખાન મેડિકલ સ્ટોર ચલાવે છે. તેઓ રાત્રિના સમયે પોતાના મેડિકલ સ્ટોર પર હતાં. ત્યારે સોનું નામનો નશાખોર ત્યાં આવ્યોહતો. જેણે નશાકારક દવાની માગ કરી હતી. જેથી મેડિકલ સ્ટોરના સંચાલકે એવી કોઈ દવા રાખતો ન હોવાનું કહ્યું હતું. જેથી આરોપી બોનું અપશબ્દો બોલવા લાગ્યો હતો. બાદમાં ત્યાંથી જતો રહ્યો હતો.નશાકારક દવા ન મળતાં ઉશ્કેરાયેલો બોનુ તેની સાથે અન્ય બે ઈસમોને લઈને આવ્યો હતો. બાદમાં બબાલ શરૂ કરી દીધી હતી. વાત આગળ વધતાં ત્રણેય આરોઓએ મળીને મેડિકલ સ્ટોરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. સાથે જ મેડિકલ સ્ટોરના સંચાલકને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ કરાશે તો પણ જોઈ લેવાશે તેવી ધમકી આપ્યા બાદ બોનુ સહિતના આરોપી નાસી ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)