સુરતમાં નાસ્તાની લારીએ રૂપિયા મંગાતા ઝઘડો, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવાતા એકનું મોત

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગથી લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. જેમાં ડિંડોલી વિસ્તારમાં વધુ એકની હત્યા કરી દેવામાં આવી છે. નાસ્તાના પૈસા ન આપવાના મુદ્દે થયેલી બબાલમાં હત્યા કરી દેવામાં આવતાં હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલી વિસ્તારમાં લક્કી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. નાસ્તાના રૂપિયા માંગતા હત્યા કરાઈ હતી. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો થયો હતો.ઘટનાને પગલે ડિંડોલી પોલીસ સહીત ઉચ્ચ કક્ષાના અધિકારી ઘટના સ્થળે આવી પહોંચી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. બીજી તરફ યુવકની હત્યાને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.