સુરતમાં પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર.

સુરત :

સુરતમાં પથ્થરમારાના આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે 27 ઈસમોને કોર્ટમાં રજૂ કરાયા હતા. 23 આરોપીઓ 12 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રાખવામાં આવશે. મહત્વનું છે કે સુરત કોર્ટે 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ સમગ્ર ઘટના દરમ્યાન બચાવપક્ષના વકીલે દલીલો કરી હતી. તેમનું કહેવું છે કે, 27 આરોપીઓને પકડ્યા તે તદ્દન નિર્દોષ છે. કિશોરોએ અંદરઅંદરના મુદ્દે ગણપતિના ઢોલક પર પથ્થર માર્યો હતો તેવું વકીલનું કહેવું છે. બચાવપક્ષના વકીલે કહ્યું કે આ કોઈ પૂર્વનિયોજિત કાવતરું નથી. નાના બાળકોની શરારતમાં ઘટના બની.

કોર્ટમાં અઢી કલાક જેટલી બંને પક્ષો વચ્ચે દલીલો ચાલી હતી. સરકારી વકીલે કહ્યું કે આ આયોજન બદ્ધ કૃત્ય છે. પથ્થર અને લાકડા ક્યાંથી આવ્યા. કુલ 17 મુદ્દાઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. વકીલે કહ્યું કે નવા કાયદા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)