સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કિરણ ચોક વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ અચાનક લાગી ગઈ હતી. ટાટા હેરિયર કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. આગ લાગી ત્યારે કારમાં કોઈ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહીં. ફાયર દ્વારા તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુ કરાઈ હતી. આગને પગલે કારમાં ભારે નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગ લાગી ત્યારે થોડીવાર માટે રસ્તો બ્લોક કરી દેવાયો હતો.