સુરતમાં પૂરના સમય રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તેના માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સજજ કર્યા.

સુરત:

સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે. શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પૂરનો પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે.

ફાયર સ્ટેશનો સાધનીથી સજ્જ

સુરત શહેરના કુલ પંદર જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયો હતો તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. વેચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ચોમાસુ શરૂ થતા ની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.

ઈમરજન્સીમાં કામગીરી કરવા ફાયર વિભાગ તૈયાર

ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવવાને કારણે રસ્તાઓ ઉપર ઝાડ પડી જવાના અને કોલ મળતા હોય છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે. જેમાં 33પાવર ચેઈન શો મશીન,17 પેટ્રોલ ચેઈન શો મશીન, 15 રબર બોટ,17 ટ્વીન બોટ,527 લાઈફ જેકેટ,587 રીંગબોયા,03 ડી વોટરીંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે.

સાધનોના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ ,250 તરવૈયાઓ તૈયાર

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસા ની શરૂઆત થતા પહેલા જ ફાયર વિભાગ એ તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેટલા પણ સાધનોની રેસ્ક્યું કામગીરી માટે જરૂરિયાત હોય છે એ તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. વાર વિભાગ પાસે 250 જેટલા તરવૈયાઓ છે. જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે. શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે. ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે. અનિવાર્ય સંજોગ ઉભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે.

અહેવાલ: અશ્વિન પાંડે ( સુરત )