સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે. 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થયો છે. બે જોડી યુનિફોર્મ અને એક જોડી બૂટ-મોજા આપવામાં આવશે. બેન્ચ ખરીદવા 3 કરોડ, વિજ્ઞાન પ્રયોગ શાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે. વિપક્ષના રાકેશ હિરપરાએ કહ્યું કે, ખર્ચો ખૂબ થઈ રહ્યો છે. પરંતુ શિક્ષકોની ઘટ છે. કર્મચારીઓની કચેરીમાં અછત છે.
શિક્ષકોને જે કામ અપાય છે. તેના કારણે શિક્ષકો ભણાવી શકતા નથી. દીકરીઓને સેનેટરી પેડની રજૂઆત કરવા છતાં કોઈ પ્રાવધાન કરાયું નથી. સોલાર પેનલ લગાવવાની વાતનો ઉલ્લેખ નથી. એજન્સીઓ ભ્રષ્ટાચાર કરે છે. તેના મુદ્દે રજૂઆત કરી હતી. પરંતુ તેના પર કોઈ ધ્યાન અપાયું નથી. જેથી અમારી માગ છે કે, આવતાં બજેટમાં તે યોગ્ય કરવામાં આવે.