સુરતમાં બિલ્ડરે મોંઘી દાટ કારમાંથી બેઠા બેઠાં હવામાં કર્યુ ફાયરિંગ.

સુરત :

સુરત શહેરના સરથાણા વિસ્તારની વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડરે રૌફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતાં. મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં બેસીને હવામાં ફાયરિંગ કર્યુ હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. જેથી સમગ્ર મામલે પોલીસે જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)