સુરતમાં બુટલેગરના દારૂ ઘુસાડવાનો નવો કીમિયો કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ ઉપર ચોર ખાનું બનાવી લાવતો હતો દારૂ

સુરત :

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે. હેરાફેરી માટે આ વખતે બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર એક ચોર ખાનું તૈયાર કર્યું હતું. જેની અંદર વિદેશી દારૂ મૂકી તેઓ સુરત લાવી રહ્યા હતા. હરિયાણા પાસિંગના આ કન્ટેનરમાંથી 1552 બોટલ દારુ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ડીંડોલી પોલીસે બાતમીના આધારે હરિયાણા પાસિંગના ટ્રાન્સપોર્ટ કન્ટેનરમાં વિદેશી દારૂ છુપાવેલો ઝડપ્યો હતો.પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. હરિયાણા પાસિંગ HR 55AA 3860 કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 3,12,480 રૂપિયાની નાની મોટી 1552 બોટલો મળી આવી હતી. પ્રોહિબિશનના મુદામાલ તથા પાઇલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)