સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચ વેચનાર ઝડપાયા.

સુરત :

સુરતમાંથી અગાઉ અનેક બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થતું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વોચ બનાવી વોચ ઉંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો કરવામાં આવ્યો હતો.સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતીમ તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કિમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો.

આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રીપેરીંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા જણાય અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ વોચ ડુપ્લીકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)