સુરત :
સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક મસ્ત મોટી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યો હતો.
મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ, હારપીક સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો. જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું. સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા. પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)