સુરતમાં મનપાની બેદરકારીએ માસૂમનો લીધો ભોગ રમતાં બાળકી પર ગટરનું ઢાંકણું પડતાં મોત

સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી. જેમાં રમતાં બાળકો પર ગટરના ઢાંકણું પડતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું.

ડિંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું. ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતાં. જ્યાં બાળકો રમી રહ્યા હતાં. રમતાં રમતાં એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડ્યું હતું. જેમાં બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત નીપજ્યું હતું.