સુરતમાં મેટ્રોના બ્રિજનો સ્પાન નમી ગયા બાદ સ્પાનને ઉતારવાની કામગીરી શરૂ.

સુરત :

સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન સ્પાનમાં તિરાડો પડી ગઈ હતી. સળિયા દેખાવા લાગ્યા હતા. બ્રિજનો સ્પાન નમી ગયો હતો. આ દરમિયાન મોટી ઘટના થવાની ભીતિ ઉભી થઈ હતી. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું હતું. આ સ્પાન હવે ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે. શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો હતો. તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાયનો ડર પેસી ગયો હતો. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.જેથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

2027માં ઉદ્ઘાટન થવાનું છે

મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)