સુરતમાં મોબાઈલના ઝઘડામાં હત્યા, સગીર સહિતના 3 આરોપીઓને ઝડપી લેવાયા

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. કતારગામમાં આવેલી પારસ સોસાયટી-2માં 20 દિવસ પહેલાં જ રહેવા આવેલાં યુવકને ત્રણે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી ગયા હતાં.

ભરુચ રેલવે સ્ટેશનથી ઝડપાયા

ક્રાઈમ બાન્ય અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા. મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાંક દિવસ પહેલાં જ જામીન પર મુક્ત થયો હતો. ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું.મૃતક સુજલ અશોક વાટકીયા 20 દિવસ પહેલાં જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો.CCTVના આધારે હુમલો કરતાં ત્રણ શખ્સો દેખાઇ આવ્યા હતા. હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલાં બહાર બોલાવી તેની સાથે મારઝુડ કરતાં CCTVમાં દેખાઈ આવ્યાં હતાં. આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશને ઝડપી લીધા હતા.