સુરતમાં યુટ્યૂબ ચેનલમાં કામ કરતા યુવકની ઘાતકી હત્યા.

સુરત :

સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. youtube ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી. એચટીસી ટેક્સ્ટાઇલ માર્કેટ આંજણા પાસે પૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી.

16થી 17 વયના પાંચથી છ કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારના 34 જેટલા ઘા મારીને જુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો. જુબેરે ત્રણેક મહિના પહેલા તેના જ મોહલ્લાના કેટલાક ટપોરીઓ વિરુધ્ધ પોલીસમાં અરજી કરી હતી. એ જ ટપોરીઓએ રાત્રે તેને એકલો જોઈને પતાવી દીધો હતો. સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)