હીરા અને ટેક્સટાઇલ ના શહેર એવા સુરતમાં ડાન્સ ખેતરમાં રહેલી તકને તમામ સુધી પહોંચાડવા માટે એ જે ડાન્સ સ્ટુડિયો દ્વારા સૌથી મોટા ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્કશોપમાં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ફેમ સોમિયા કાંબલે ઉપસ્થિત રહેશે અને ભાગ લેનારા ડાન્સર્સને મોટીવેટ કરશે
સમગ્ર વર્કશોપ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે રેપિડ ફાયર ડાન્સ બેટલ યોજાનાર છે આ ડાન્સ વર્કશોપ માં અત્યારથી 200 જેટલા ડાન્સર્સ નું રજીસ્ટ્રેશન આવી ચૂક્યો છે હજુ પણ આ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ચાલુ છે ત્યારે 26 જાન્યુઆરીએ એજનારા આ વર્કશોપમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ડાન્સર પોતાની પ્રતિભાને ઉજાગર કરવા માટે હાજર રહેશે તેવી આશા સેવામાં આવી રહી છે
અડાજણ ખાતે આવેલી જૈન વાડીમાં સમગ્ર વર્કશોપનું આયોજન 26મી જાન્યુઆરીના રોજ રજા છે સાંજના છ વાગ્યા થી આ વર્કશોપ યોજાશે તેમાં ડાન્સ ના અલગ અલગ સ્ટેપ સહિત કેવી રીતે અલગ સ્ટેપ કરી શકાય તે સહિતની વિસ્તૃત માહિતી ડાન્સર્સને આપવામાં આવશે આ અનેરા વર્કશોપ ને લઈને અત્યારથી જ ડાન્સર્સમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તેમ વધુમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું