સુરતનું ટ્રાન્સપોર્ટેશન સતત વિવાદોમાં રહે છે. ત્યારે ઉધના બીઆરસી મંદિર નજીક બીઆરટીએસ રૂટમાં બબાલ સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકોનો હુમલો થયો હતો. BRTS રૂટમાં રિક્ષા ચાલકે દાદાગીરી કરી હતી. બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના ત્રણ રસ્તા સુધી BRTS રૂટમાં રિક્ષા દોડાવી હતી.
ઉધના ત્રણ રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી BRTS બસમાં તોડફોડ કરી હતી. જેથી મુસાફરોથી ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ હતી.