સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ

સુરત :

આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ , સુરત અને ભરૂચ સહિતના વિસ્તારમાં ચોમાસાનો હાજરી જોવા મળી રહી છે. સારા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વહેલઈ સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળ નજરે પડી રહ્યા છે. ભરૂચ – અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પહેલો વરસાદ નોંધાયો છે તો સુરતમાં પણ મેઘરાજા મનમુકીને વરસાયા છે.
વરસાદના કારણે લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો છે. બીજી તરફ ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. વરસાદ સારો રહેતો વાવણી માટે ખેડૂત શરૂઆત કરવાની તૈયારીના મૂડમાં જોવા મળે છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)