સુરતમાં શાસક પક્ષના નેતાનું NOC વગર ચાલતું ફૂડ કોર્ટ કરાયું સીલ

સુરત :

રાજકોટમાં ડેથઝોન સમા ગેમ ઝોનમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ નેતાઓ પણ દોષિત હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે સુરતમાં પણ દીવા તળે અંધારું હોય તેમ શાસક પક્ષના નેતાઓ દ્વારા નિયમોની એસીતેસી કરાઈ હોવાનું ઉજાગર થયું છે. ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ઘોળીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતાં હતાં. જેના પર લાલ આંખ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે.રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે. જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે. ધર્મેશ વાણિયાવાળા દ્વારા પાલ રોડ પર ગેલેક્ષી સર્કલ પાસે નિયમોની ઐસીતૈસી કરીને ફુડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ ‘લા પેન્ટોલા’ નામનું ફુડ કોર્ટ ચાલવા દેવાયું હતું. ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો.

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે. જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું ફૂડ કોર્ટ સીલ કરી દીધું છે. ધર્મેશ વાણિયાવાળા દ્વારા પાલ રોડ પર ગેલેક્ષી સર્કલ પાસે નિયમોની ઐસીતૈસી કરીને ફુડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ ‘લા પેન્ટોલા’ નામનું ફુડ કોર્ટ ચાલવા દેવાયું હતું. ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)