દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં ગયા હતાં. ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વિરપુર અને પાલિતાણા ગયા હતાં. આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલી લોખંડના દરવાજાનું તાળુ તોડી ઘરમા પ્રવેશ કરી ઘરના કબાટમાં મુકેલ રોકડા 51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજીત કિંમત 4,81,250 તેમજ સી.સી.ટી.વી. કેમેરાના રેકોડીંગ માટે લગાવ્યું હતું. તે ડી.વી. આર. જેની અંદાજીત કિંમત 1000/- મળી કુલ 5,33,250 ના મત્તાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી હતી.
આ ઘરફોડ ચોરીનો ગુનો ફરી યાદી અમ્રુતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ કરી હતી. સાળા જયકુમાર સુરેશભાઇ ભંડારીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની બારીકાઇથી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં જ ચોરી કરી હતી. પોતાના બહેન બનેવી આર્થીક રીતે સધ્ધર છે અને બનેવી અમ્રુતભાઇ ભંડારીનાઓ વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઇબાબાના મંદિરમા પુજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જેને લઇને પોતાને મંદીરમાં સેવા કરવા માટે નોકરી ઉપર રાખ્યા હતાં. જેમાં માસીક ૫૦૦૦/- પગાર અને જમવા માટેનું માસીક રાશન પુરૂ પાડે છે
.