સુરતમાં સ્કૂલના રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે કર્યા શારીરિક અડપલાં કર્યા.

સુરત :

સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીની સ્કૂલે મુકવા જનરા રિક્ષા ચાલકે છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ચાર મહિનાથી છેડતી કરનાર રિક્ષા ચાલકને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિક્ષાચાલક બાળકીને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો.ચાર વર્ષની માસુમ બાળા જ્યારે માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)