સુરતમાં ‘સ્માર્ટ મીટર હટાવવા મામલે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

  1. સુરતમાં ‘સ્માર્ટ મીટર હટાવવા મામલે આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

સુરત :

 

સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતાં હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દૌર શરૂ થઈ ચુકયો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે – સાથે પ્રત્યેક પરિવારને માસિક 300 યુનિટ વિજળી મફત આપવા માટે રજુઆત કરવામાં આવી છે.

3.95 રૂપિયાની વીજળીના 8.58 રૂપિયા વસૂલી ઊઘાડી લૂંટ ચલાવાઈ રહી છે

આપ દ્વારા આક્ષેપ કરાયો છે કે, વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે જે ખરેખ અસહ્ય છે. આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રિ-પેઈડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યા છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)