સુરતમાં હોટલના રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલા યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કરાતા ચકચાર 

સુરતમાં હોટલના રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલા યુવક પર ઘાતક હથિયારોથી હુમલો કરાતા ચકચાર

સુરત :

સુરતમાં માથાભારે ઈસમો દ્વારા અવારનવાર હુમલાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઘુસીને બે ઈસમોએ હુમલો કર્યો હતો. ઘાતક હથિયાર સાથે આવેલા શખ્સોએ મારામારી કરી હતી. ગૌરવ પથ રોડ પર આવેલા એસએસ પેલેસ સ્ટાર વર્લ્ડ શોપિંગમાં કેતન સરોલા અને હિતેશ રાઠોડ દ્વારા ઘાતક હથિયાર બતાવી ધાક ધમકી આપી હતી. જિલ પાનશેરિયા પર હુમલો થયો હતો. જિલ પાનશેરિયા હોટેલના રીસેપ્શન કાઉન્ટર પર બેઠો હતો. ત્યારે કેતન અને હિતેશ આવીને કહેવા લાગ્યા કે, કેમ બો હવા આવી ગઈ છે ? અમારો ફોન શા માટે નથી ઉપાડતો આવુ કહી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી કેતન સરોલા અને હિતેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી. બંન્ને પાસેથી ઘાતક હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા છે.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)