સુરતમાં હોટલની આડમાં ચાલતાં કૂટણખાના પર રેડ, દેહ વ્યાપાર માટે લવાયેલી 6 વિદેશી લલનાઓ ઝડપાઈ..

સુરતમાં દેહ વ્યાપાર અલગ અલગ ધંધાની આડમાં ચાલી રહ્યો છે. ત્યારે આ વખતે અડાજણમાં હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્ષના ચોથા માળે ધી ફ્યુજન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટ રેડ કરવામાં આવી હતી. જેમાંથી 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી.

અડાજણ એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્ષના ચોથા માળે ધી ફ્યુજન નામની હોટેલના માલિક કમલેશ વાઘજીભાઇ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે. હનિ અને અભય નામના ઇસમો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડે છે. બાતમી આધારે રેડ કરવામા આવી હતી.