સુરતમાં IRCTCની સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બૂક કરી 4.50 કરોડ રૂપિયાનો કૌભાંડનો પર્દાફાશ થયો.

સુરત 

સુરતમાં IRCTCની સાઇટ હેક કરી તત્કાલ ઈ-ટિકિટો બનાવવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં 4.50 કરોડનું કૌભાંડ પકડાયું છે. વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. ઉમરા પોલીસે 55 વર્ષીય એજન્ટ રાજેશ ગિરધારી મિત્તલ અને 25 વર્ષીય કૃપા દિનેશ પટેલ ની ધરપકડ કરી છે. કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને 10 હજારનો પગાર હતો. સિટીલાઇટનો એજન્ટ પાયરેટેડ સોફ્ટવેરથી પેમેન્ટ ગેટ-વે હેક કરી ટિકિટ બુક કરતો હતો.

મુંબઈ વિજિલન્સે રેડ પાડી હતી. જેમાં IRCTCની વેબસાઇટ હેક કરી પાઇરેટેડ સોફટવેર ગદ્દર અને નેક્સથી ટ્રેનની તત્કાલ ઈ-ટિકિટો બુક કરતો હતો. આ એજન્ટ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઇન બનાવતો હતો. તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ ટિકિટના સમયે સિટીલાઇટ મેઘ સમરન એપાર્ટમેન્ટમાં તેના ફલેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો. બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગેહાથ ઝડપાઈ ગયો હતો. સાથે એક મહિલા પણ સામેલ હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)