સુરતમા નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો રાજસ્થાનથી અફીણ છૂટકમા લાવ્યો હતો વેચવા

સુરત :

સુરતમાં નશાના કારોબાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે ડ્રગ્સ બાદ અફીણનો જથ્થો વેચનારને ઝડપી લેવામાં આવ્યો છે. ખટોદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ચલાવનારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી 2.480 કિલો અફીણનો જથ્થો રાજસ્થાનથી વેચવા માટે લાવ્યો હતો. પોલીસે તેને છૂટક વેચાણ કરતા ઝડપી લીધો હતો.

ઘરમા જ અફીણ રાખતો હતો આરોપી 

ખટોદરા વિસ્તારમાંથી નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો હતો. પોલીસે 2480.6 ગ્રામના રૂપિયા 12,40,300નો અફીણનો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રાજસ્થાની યુવક હનુમાનરામ છોટુરામ ચૌધરીની ધરપકડ કરી હતી. આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવી સુરતમાં છૂટક વેચતો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, સુરતમાં અફીણના ફિક્સ ગ્રાહકો છે તેને છૂટક છૂટક વેચતો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)