સુરત અંત્રોલીમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

સુરત અંત્રોલીમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

સુરત :

કામરેજના અંત્રોલી ગામ પાસે ખુલ્લી જગ્યામાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ પકડાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી લીધું છે. પોલીસે કેમિકલ અને મુદ્દામાલ મળી 1 કરોડથી વધુની કિંમતનો સામાન કબજે કર્યો છે. પોલીસે 3 આરોપીઓની ઘટના સ્થળેથી ધરપકડ કરી 7 જેટલા કેમિકલ માફિયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

કામરેજ તાલુકાના નેશનલ હાઈવેથી હજીરા વિસ્તારને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર અંત્રોલી ગામ પાસે આ કૌભાંડ ચાલતું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શુક્રવારે મોડી રાત્રે બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કેમિકલ માફિયા અંકલેશ્વર તેમજ સેલવાસ GIDC માંથી કેમિકલ ભરીને આવતા ટેન્કરમાંથી ડ્રાઈવર સાથે ભેગા મળી કેમિકલ ચોરી કરી બેરલમાં ભરી લેતા હતા. ઘટના સ્થળેથી કેમિકલ ભરેલા 3 ટેન્કર મળી આવ્યા હતા જેમાંથી કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. ઉપરાંત 1 મેક્સ પીકઅપ ટેમ્પો પણ મળી આવ્યો હતો જેમાં ચોરી કરેલા કેમિકલના બેરલ ભરેલા હતા. પોલીસે ઘટના સ્થળેથી 3 ડ્રાઈવર્સની ધરપકડ કરી લીધી હતી.

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)